gujarati lagna patrika matter
લગ્ન ની કંકોત્રી અને લગ્નોત્રી.
કંકોત્રી;
હવે મહુરત જોઈને લગ્નની તારીખ નક્કી થાય
છે અને તે મુજબ ડીઝાઈન પસંદ કરી કંકોત્રી છપાવાય છે.અને નીચે નમુના ની
કંકોત્રી આપી છે જેમાં સામાન્ય રીતે આ પ્રમાણેનું લખાણ હોવું જોઈએ.વર અને
કન્યા તેમ જ માતા-પિતાના નામ કાલ્પનિક છે.અન્ય લોકો પોતાના વર-કન્યા તેમજ
અન્ય સગાઓના નામ લખવા.
પાન નં:૧
૧ માંગલિક પ્રસંગો:
તા – – ૨૦૧૨,મંગળવાર.
ગણેશ સ્થાપન : સવારે – ૯ થી ૧૦ કલાકે.
મંડપારોપણ: સવારે – ૦૯-૧૫ થી ૧૦-૩૦કલાકે.
તા – ૨૦૧૨ બુધવાર.
હસ્ત-મેળાપ:બપોરે – ૧૧:૩૦ કલાકે
( અથવા ગોધુલિક સમય એટલેકે સાંજનો સમય)
ભોજન સમારંભ :બપોરે – ૧૨ થી ૨:૩૦
રહેઠાણ લગ્ન સ્થળ
૨૦,પ્રગતિ સોસાઈટી, રમુજીલાલ હોલ,
કિડ્ઝી સ્કુલની સામે, મણીનગર
પાલડી,અમદાવાદ. અમદાવાદ.
પીન ——
વ્હાલી બહેનના લગ્નમાં ઉમંગથી આવકારવા તૈયાર ,
ગોટુ,અલકા,આર્યન,ઉમંગી,પ્રજ્ઞા,દીપેશ..
પાન નં:૨.
શ્રીમાન,શ્રીમતી:
સહર્ષ જણાવવાનું કે,અમારા ઇષ્ટદેવ શ્રી હાટકેશ અને મા અંબાની અસીમ કૃપાથી,
ચિ.આશકા.( ફાલ્ગુની અને વિપુલ વસાવડાની સુપુત્રી) ના શુભ લગ્ન,
ચિ.મયુર.(શ્રીમતી અનસુયાબેન અને શ્રી અનિલભાઈ મહેતાના સુપુત્ર)
ની સાથે,
વિક્રમ સંવત ૨૦૬૯ ના કારતક સુદ પૂનમ,બુધવાર
તા —- ૨૦૧૨ ના રોજ નિર્ધાર્યા છે.
તો આ શુભ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા આપ સૌ જરૂરથી પધારશો.
દર્શનાભિલાષી.
માર્કંડ રાય (દાદા)
જ્યોત્સનાબેન.(દાદી)
ત્યારબાદ સામસામે કાકા,કાકી-ફઈ-ફુઆ જેટલા હોય તેમના નામ.
કંકોત્રી છપાઈને આવ્યા પછી સારું મૂરત જોઈ સહુ પહેલી કંકોત્રી હાટકેશ-અંબાજી અને ગોર મહારાજને લખાય છે.
ત્યાર બાદ,વડીલો અને મોસાળને લખાય
છે.આજના જમાનામાં દુરથ આવનાર સગાંઓને અગાઉથી જાણ કરવી જોઈએ જેથી ટ્રેન નું
રિઝર્વેશન કરાવી સરી રીતે લોકો હાજર રહી શકે.
વેવાઈ પક્ષમાં કન્યાનો ભાઈ રૂબરૂ જઈ હાથોહાથ લગ્ન-પત્રિકા આપવા જાય છે.
(આ
લગ્ન- પત્રિકામાં વર,કન્યા અને તેમના રહેઠાણ અને નામો કાલ્પનિક છે.સમય અને
તિથિ વગેરે પણ કાલ્પનિક છે તો તમારે પોતાના પ્રમાણે નામ-અટક-તિથિ વગેરે
લખવાં)
શુભ વિવાહ લગ્ન પત્રિકા
શ્રી ગણેશાય નમ:II
વધૂ-વરૌ ઉભયો:
ચિરંજીવિનૌ સંબંધીનોર્ગેહે
સદાસુખીનૌ શીર્યશોવિધા-
ચ ભૂયાસ્તામ વિત્તમાયુષ્યં
ચાસ્તુ
(૧) શ્રી કુલદેવતાયૈ નમ:II સ જયતિ સિંધુરવદનો દેવો યત્પાદપંકજસ્મરણમ્II વારસરમણીરીવ તમસાંમ રાશિન્નાશયતી વિઘ્નાનામII
(૨) સ્વસ્તિ શ્રીસૌરવ્યદાત્રી સુતજયનની તુષ્ટિપુષ્ટિ પ્રદાત્રી માન્ગ્લ્યોત્સાહકત્રિઁ ગતમદસત્કર્મણાં વ્યગ્જયિત્રીII
(૩) નાનાપસંદ્વિધાત્રી ધનકુલયશસામાયુષોર્ધયિત્રીરિષ્ટIપહિઘ્નહન્ત્રીગુણગુણવસતી
લીખ્યતે લગ્ન પત્રીII
(૪) ગણાધિપો ગુરુશ્રેય ગોત્રજા ભારતો ગ્રહ:સર્વે કલ્યાણ મિચ્છન્તુ યસ્યૌષા લગ્ન-પત્રિકાII
(૩) કલ્યાણી દીવાયણી સુલલિતાં કાંતિ:
કલાનાંનિધિ લક્ષ્મીક્ષમામાતનયો બુધ્શ્વબુદ્ધિતાં જીવ શ્રીરંજી વિત્તામII
સામ્રાજ્યમ ભ્રગુજોર્ક જો વિજયતામ રાહુ બલોત્કર્શતા કેતુર્યચ્છતિ વાંછિત
ફલમીદમ પન્નીયદીયા કૃતII
(૪)લલાટ પટ્ટ લિખિતમ વિધાત્રા ષષ્ઠી દિને યાક્ષ્રર માલીકાંચII તાં લગ્નપત્રી પ્રગટં વિંધતે દીપોયથાવ્સ્તુ ગૃહાઘ્નાકારેII
(૫)બ્રહ્મા કરોતુ દીર્ઘાયુ:II વિષ્ણુ કરોતુ સંપદામII હરો રક્ષતુ ગાત્રાણીIIયસ્યૌષા લગ્ન પત્રિકાII
શિશિર ઋતૌ માસોત્તમે શ્રી મહા માસે કૃષ્ણ પક્ષે પંચમી તિથૌ ૧૧ ક ૫૨ મી.પરં લગ્ન તિથૌ શ્રી શનિ વાસરે તારીખ ૧૦-૨-૨૦૧૨ નક્ષત્ર વિશાખા પરંલગ્ન નક્ષત્ર વૃદ્ધિ યોગ —ક—મી. પરં લગ્ન યોગેII
તત્કાલીકે —કરણે એવં પંચાંગ સુધ્ધાવય દિને શુંભ ભવતું II
મંડપ મુહુર્ત મહાવદ ૦૯-૨-૨૦૧૨ પ્રાત: ૯:૩૦–ક.
સ્વસ્તિ શ્રી અમદાવાદ મહાશુભ સ્થાને સર્વ શુભોપયાંલાયક શ્રીયુત રા.રા. અનીલભાઈ શાખે મહેતા તસ્યગૃહે સુભાર્યા અનસુયાબહેન તસ્ય: કુક્ષીપુત્રરત્ન મયુર નામ્ને વરાય એતાન શ્રી વડોદરા સ્થાને લિખિત વિપુલ શાખે વસાવડા તસ્યગ્રુહે સુભાર્યા શ્રીમતી ફાલ્ગુનીબહેન તસ્યા કુક્ષીપુત્રી આશકા નામ્ની કન્યા ઉભર્યો: પાi`ગ્રહણં શુભં ભવતું
વર નામ: મયુર. કન્યા નામ:આશકા
વર રાશિ—– કન્યારાશિ:—
સૂર્ય—-ચંદ્ર— ગુરુ—
મંડપમુહુર્ત સમય—- ચંદ્ર
ગ્રહશાંતિ સમય—- હસ્ત-મેળાપ સમય
વિદાય સમય
ઇન્દ્ર ઇન્દ્રાણીસૌભાગ્ય બ્રહ્મા સાવિત્રી સૌભાગ્ય
સૌભાગ્ય કૃષ્ણ રુક્મણી સૌભાગ્ય શિવ-પાર્વતી
સ્વસ્તિ સ્તુતે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ II ગોવાજિ હસ્તિ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુII
ઐશ્વર્યમસ્તુ બાલમસ્તુદિયુ: સયોસ્તુ II વંશેસ દૈવ ભવતાં હરિભક્તિ વરસ્તII
No comments:
Post a Comment